શનિવાર, 7 જાન્યુઆરી, 2012

સ્વામી વિવેકાનંદ

"ઊઠો છાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો" નો પ્રેરક સંદેશો આપનાર સ્વામી વિવેકાનંદનો જન્મ ૧૨મી જાન્યુઆરી ૧૮૮૩ના રોજ કલકત્તામાં થયો હતો. તેમનું મૂળનામ નરેન્દ્ર હતુ. સ્વામી વિવેકાનંદે બી.એ. પાસ થયા પછી રામકૃષ્ણ પરમહંસને ગુરુ બનાવ્યા.આધ્યાત્મિક જિજ્ઞાસાનીપરિતૃપ્તિ ગુરુજી પાસેથી થતાં ૧૮૮૪માં સંન્યાસ ધારણ કર્યો. પછી વિવેકાનંદ નામ રાખી સમગ્ર ભારતમાં ભ્રમણ કર્યું. ૧૮૯૩માં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી વિશ્વ ધર્મ પરિષદમાં પોતાના અવિરત વક્તવ્યથી હજારો શ્રોતાઓને પ્રભાવિત કર્યા અને વેદાન્તનો ડંકો વગાડ્યો. ઇગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, સ્વિસ વગેરે દેશોમાં તત્વજ્ઞાનની સબળ અને સફળ રજુઆતો કરી. ગુરુજીની સ્મૃર્તિમાં રામકૃષ્ણ મિશનની તેમજ બેલૂર મઠની સ્થાપના કરી. તેમના જન્મદિવસને આજે આપણે યુવાદિન તરીકે ઉજવીએ છીએ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો