અધર પર મૌન રાખ્યું છે, નજરમાં પ્યાર લાગે છે,
ભલે લીલાશ છે દિલમાં, તે પણ તકરાર લાગે છે.
ન જા એવી ક્ષણે કહે છે, તો પણ ચાલી તે તો જાય છે,
નથી મુકામ તો પણ, આ ઉતારો કેમ લાગે છે ?
નજરથી જો નજર મળે, તેમાં પણ પ્રેમ લાગે છે,
તને જાણું છું હું, વિશ્વાસ મનમાં આજે લાગે છે.
નદી છે આ સફરમાં પણ, નજરમાં જળ કમ લાગે છે,
ગમે તેવું એ જીવન છે, છતાં પ્યારું તો લાગે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો