રવિવાર, 30 સપ્ટેમ્બર, 2012
PLEASE
સોમવાર, 16 જાન્યુઆરી, 2012
રવિવાર, 15 જાન્યુઆરી, 2012
==જૂનાગઢ માહિતી ==
* '''જૂનાગઢ જિલ્લો પ્રથમ નજરે'''
ક્ષેત્રફળ ચો.કિ.મી. - ૮૭૮૨.૦૭ ચો.કિ.મી.
* '''ભૌગોલિક સ્થાન '''
૨૦.૪૪ થી ૨૧.૪૦ ઉતર અક્ષાંશ અને ૬૯.૪૦ થી ૭૧.૦પ પૂર્વ અક્ષાંશ આ
જિલ્લાની પૂર્વ દિશામાં અમરેલી જિલ્લો, ઉત્તર દિશામાં જામનગર જિલ્લો અને
રાજકોટ જિલ્લો, પશ્ર્ચિમ દિશામાં પોરબંદર જિલ્લો તેમ જ દક્ષિણ દિશામાં
અરબી સમુદ્ર આવેલો છે.
=== તાલુકા ===
જૂનાગઢ, વિસાવદર, વંથલી, ભેંસાણ, માણાવદર, વેરાવળ, તાલાળા, સુત્રાપાડા,
કોડીનાર, કેશોદ, માળિયા, માંગરોલ, ઉના અને મેંદરડા.
ગામોની સંખ્યા - ૧૦૩૨.
== વસ્તી ==
કુલ - ૨૪,૪૮,૧૭૩.
પુરુષ - ૧૨,૫૨,૩૫૦.
સ્ત્રી - ૧૧,૯૫,૮૨૩.
જાતિ પ્રમાણ - દર હજાર પુરુષે ૯૫૫ સ્ત્રી
વસ્તી વૃદ્ધિ દર - ૧૭.૦૮ ટકા.
શહેરી વસ્તી - ૭,૨૫,૪૫૮.
ગ્રામ્ય વસ્તી - ૧૭,૨૨,૭૧૫.
સાક્ષરતા દર - મહિલાઓ - ૫૬.૯૨, પુરુષ - ૭૯.૩૭
= ઉત્પાદન તથા વિકાસ =
* '''મુખ્ય પાક '''
મગફળી, શેરડી, કપાસ, ઘઉં, બાજરી, જુવાર, ચણા,મકાઇ અને કઠોળ.
* '''મુખ્ય ખનીજો '''
ચોક, લાઇમ સ્ટોન, બોકસાઇટ, સફેદ અને કાળો પથ્થર.
* '''મુખ્ય વ્યવસાય - કૃષિ, પશુપાલન અને માછીમાર'''
રેલ્વે - ૪૨૧ કિ.મી.
રસ્તા - ૪૮૧૦ કિ.મી.
* '''બંદરો '''
વેરાવળ અને માંગરોળ ઉપરાંત માછીમાર માટે શીલ, ચોરવાડ, કોડીનાર, નવાબંદર.
એરપોર્ટ - કેશોદ
* '''પોષ્ટ ઓફીસ - ૯૭૪'''
* '''બેન્ક '''
રાષ્ટ્રીયકૃત બેન્કની શાખા - ૧૨૬.
સહકારી ખેતી અને ગ્રામીણ વિકાસ બેન્કની શાખા - ૧૩.
કો-ઓપરેટીવ બેન્કની શાખા - ૬૩.
જૂનાગઢ જિલ્લો ગ્રામિપ બેન્કની શાખા - ૨૨
== પર્યટન ==
* રેલ માર્ગ્ : જુનાગઢ જંકશન
== ઉધોગ ==
* '''ઔધોગિક વસાહતો '''
જૂનાગઢ, વેરાવળ, વિસાવદર, શીલ, સુત્રાપાડા.
* '''લઘુ ઉધોગ એકમો - ૬૪૮૬'''
મધ્યમ, મોટા ઔધોગિક એકમો - ૪૪.
ઔધોગિક સહકારી મંડળી - ૨૭૫.
== શિક્ષણ ==
* '''શિક્ષણ સંસ્થાઓ '''
પ્રાથમિક શાળાઓ - ૧૨૯૦.
માધ્યમિક શાળાઓ - ૩૪૩.
ઉચ્ચતર માધ્યમિક શાળાઓ - ૧૧૪
કોલેજ - ૧૬
* '''યુનિવર્સિટી '''
ગુજરાત કૃષિ યુનિવર્સિટી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી
== લોકમેળા ==
મહાશીવરાત્રી, ગિરનારની પરિક્રમા, અષાઢી બીજનો પરબનો મેળો, સોમનાથ ખાતે
કાર્તિકી પૂર્ણિમાનો મેળો, ચોરવાડ ખાતે ઝુંડનો મેળો, ખોરાસા,
વ્યંકટેશ્ર્વર મંદિરનો મેળો, ઉપલા દાતારનો ઉર્સનો મેળો.,
કેશૉદ અક્ષયગઢનૉ મેળૉ
== જિલ્લાનાં જોવાલાયક સ્થળો ==
જૂનાગઢ શહેરમાં - સકકર બાગ પ્રાણી સંગ્રહાલય, નરસિંહ મહેતાનો ચોંરો,
ઉપરકોટપ દરબાર હોલ મ્યુઝીયમ, મકબરા, ગિરનાર પર્વત અને તળેટીના ધાર્મિક
સ્થાનો, દામોદર કુંડ, અશોકનો શિલાલેખ, ઉપરાંત સાસણગિર અને ગિરના
જંગલોમાં એશીયાટીક લાયન, પ્રસિધ્ધ સોમનાથ મંદિર, પરબવાવડી, તુલશીશ્યામ,
ગિર મધ્યે કનકાઇ, નવું ચેખર, બાણેજ, હોલીડે-કેમ્પ અને અહેમદપુર માંડવી.
શ્રી કૃષ્ણનાં લાડીલા ભક્ત શ્રી નરસિંહ મહેતાનુ જુનાગઢ સંત સતી અને
શુરવીરોના ઐતિહાસીક શહેરને ગિરનારનો આશ્રય મળેલો છે. મુચકન્દ રાજાના
હસ્તે કાલયૌવન(કલ્યવાન) નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહિંયા પધારે
છે. ત્યાં પવીત્ર દામોદર કુંડ આવેલો છે. પ્રાચીન સમયના મહારાજા સમ્રાટ
અશોકનો શીલાલેખ પણ આવેલો છે. ચંપારણ્યથી શ્રીમદ્ વલ્લભાચાર્યમહાપ્રભુજી
અહિ પધારે છે. અહિ ભગવત ચીંતન અને પારાયણ કરે
છે.તથા છપૈયા થી શ્રી નિલકંઠવર્ણી મહરાજ અહિ પધારે છે
અમારી શાળાની પ્રવૃત્તિ
Invalid URL
The URL http://કોથળા%20દૌડની%20સ્પર્ધા.jpg contains characters that are not valid in the location they are found.
- The reason for the problem may be a mistyped URL, but the URL may also be an attempt to trick you into visiting a website which you might mistake for a site you trust.
Invalid URL
The URL http://ફૂગ્ગા%20ફુલાવવાની%20સ્પર્ધા.jpg contains characters that are not valid in the location they are found.
- The reason for the problem may be a mistyped URL, but the URL may also be an attempt to trick you into visiting a website which you might mistake for a site you trust.
Invalid URL
The URL http://લીંબુ%20ચમચીની%20સ્પર્ધા.jpg contains characters that are not valid in the location they are found.
- The reason for the problem may be a mistyped URL, but the URL may also be an attempt to trick you into visiting a website which you might mistake for a site you trust.
Invalid URL
The URL http://ચિત્ર%20સ્પર્ધા.jpg contains characters that are not valid in the location they are found.
- The reason for the problem may be a mistyped URL, but the URL may also be an attempt to trick you into visiting a website which you might mistake for a site you trust.
'''સાબરકાંઠા જિલ્લો'''
ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર શહેર
ખાતે આવેલું છે. આ શહેરમાં સાબર ડેરી જાણીતી છે, જ્યાં આખા જિલ્લાનું
દૂધ ટૅન્કરો મારફતે જમા થાય છે.
== સામાન્ય રુપ રેખા ==
*ભૌગોલિક સ્થાન: ૨૩.૦૩૦ થી ૨૪.૩૦ ઉ.અક્ષાંશ અને ૭૨.૪૩ થી ૭૩.૩૯ પૂ. રેખાંશ
*કુલ ક્ષેત્રફળ: ૭,૩૯૦ ચો.કિ.મી.
* આબોહવા: શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન ૯ સે., ઉનાળામાં મહત્તમ તાપમાન
૪૯સે., સામાન્ય રીતે વિષમ આબોહવા
* જમીન: ગોરાડું, કાળી, ખડકાળ, પથ્થરીયાળ, રેતાળ, ડુંગરાળ તેમજ ખડકોવાળી
* નદીઓ: સાબરમતી, ખારી નદી, મેશ્વો નદી, હાથમતી નદી, હરણાવ નદી, વાત્રક
નદી, માજુમ નદી
* પાક: ડાંગર, બાજરી, કપાસ, ઘઉં, જુવાર, તમાકુ, મગફળી, એરંડા, રાયડો
* કુલ ગામ: ૧,૩૮૯
*ગ્રામ પંચાયતની સંખ્યા : ગ્રામ પંચાયત - ૭૧૪, જૂથ ગ્રામ પંચાયત - ૩૨૫
*નગરપાલિકા: ૨
*રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૮ અહીંથી પસાર થાય છે.
==સાબરકાંઠા જિલ્લામાં આવેલા તાલુકાઓ==
*હિંમતનગર
*ઇડર
*ખેડબ્રહ્મા
*તલોદ
*ધનસુરા
*પ્રાંતિજ
*બાયડ
*ભિલોડા
*માલપુર
*મેઘરજ
*મોડાસા
*વડાલી
*વિજયનગર
મંગળવાર, 10 જાન્યુઆરી, 2012
શું લાગે છે ?
રવિવાર, 8 જાન્યુઆરી, 2012
કરશનપર ગામની હકિકત
સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા જામજોધપુર તાલુકામાં
આવેલું એક સુંદર ગામ છે.કરશનપર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી,
ખેતમજુરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ,
દિવેલી- દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે.
આ ગામમાં સુંદર પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી,
જેવી સવલતો પ્રાપ્ત થયેલી છે.
આ ગામમાં શાળાની બરાબર સામે એક શિલ્પકાર પણ છે. જે જુદી જુદી મૂર્તિઓ બનાવે છે.
~>આ છે કરશનપર ગામની હાલની હકિકત,
સતિષ પટેલ
મ.શિ. કરશનપર પ્રા.શાળા
વતન~>માલપુર(મોડાસા) સાબરકાંઠા
=જામનગરનો ઇતિહાસ =
સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલું એક મહત્વનું શહેર છે. આ શહેર સૌરાષ્ટ્રના
ઉત્તર સીમાડે દરિયાકિનારે આવેલું શહેર છે. જામનગર ગુજરાતનાં મુખ્ય ચાર
શહેરો પછીનાં મોટાં શહેરો પૈકીનું એક છે.
=જામનગરનો ઇતિહાસ =
જામનગર, પહેલા નવાનગર તરીકે ઓળખાતું સૌરાષ્ટ્ર નું એક રજવાડું હતું.
જામનગરની સ્થાપના જામ રાવલજીના હસ્તે ઇ.સ. ૧૫૪૦ માં થયાનું ઇતિહાસકારો
માને છે.
[[કચ્છ]] માંથી આવેલા જાડેજા કુળના ક્ષત્રિયોએ કચ્છના કિનારેથી નાનું રણ
ઓળંગીને સેના સાથે આવી, અહીંના જેઠવા, દેદા, ચાવડા અને વાઢેર શાખના
રાજપુતોને હરાવીને નવાનગર રાજ્યની સ્થાપના કરી હતી. આ પ્રદેશનું નામ
જાડેજા શાખના મુળ પુરુષ ગાજનના પુત્ર હાલાજીના નામ પરથી ''હાલાર'' પડ્યું
હતું અને ત્યારથી આ પંથક હાલાર તરીકે ઓળખવામાં આવે છે.
પ્રાચીન હાલાર રાજ્ય વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું હતું, ઉત્તરે કચ્છનો
અખાત અને કચ્છનું નાનુ રણ, પશ્વિમે ઓખા મઢીનો બીચ તેમજ અરબી સમુદ્ર,
પૂર્વે મોરબી, રાજકોટ ધ્રોળ તથા ગોંડળના દેશી રજવાડાઓ અને સોરઠનો પ્રદેશ.
કાઠિયાવાડમાં હાલાર પ્રાંતનું મોટું રાજ્ય એટલે નવાનગર અને નવાનગર એટલે
સ્વતંત્રતા પછીનું આજનું જામનગર.
નવાનગર નાગમતી નદી અને રંગમતી નદીઓના સંગમ સ્થાન પર સ્થપાયું હતું.
નાગમતી અને રંગમતી નદીઓના સંગમ સ્થાનો બદલતા રહ્યાં છે. નવાનગરની સ્થાપના
પહેલા આ બે નદીઓનું સંગમ સ્થાન છે ત્યાં સમુદ્ર હતો અને નાગના અથવા
નાગનેસ બંદર નામનું ધીકતું બંદર હતું, બંદર પાસેના ગામમાં મુખ્યત્વે ભોઈ,
ખારવા, કોળી, વાઘેર જેવી દરિયા-ખેડુ કોમો વસતી હતી, જેઠવા વંશના રાજા નાગ
જેઠવાનો વધ કરી જામ રાવળે આ બંદર જીતી લીધું હતું.
જામ રાવળ જેમ જેમ પ્રદેશો જીતતા ગયાં, તેમ તેમ તેમનું રાજ્ય વિસ્તરતું
ગયું. જામ રાવળે પહેલા બેડ અને પછી ખંભાળિયામાં રાજધાની બદલી હતી.
રાજધાની નવા સ્થળથી જોડિયા, આમરણ અને કાલાવાડ જેવા પરગણાઓ દૂર પડતા હતાં
અને વહીવટ ચલાવવો મુશ્કેલ જણાતા, જામ રાવળને નવી રાજધાનીની જરૂરત ઊભી થઈ.
જે પ્રદેશની બરાબર મધ્યમાં હોય, તેથી નાગમતી-રંગમતીના કાંઠે વિક્રમ સંવત
૧૫૯૬માં શ્રાવણ સુદ આઠમને બુધવારે નવાનગરની રાજધાની જામનગરની સ્થાપના
કરવામાં આવી હતી.
નવાનગરની સ્થાપના જામ રાવળએ સંવત ૧૫૯૬માં શ્રાવણ સુદ સાતમને બુધવારના
દિવસે કરી હોવાની નોંધ યદુવંશ પ્રકાશ નામના ગ્રંથમાં કરવામાં આવી છે.
નવાનગરની સ્થાપનાની તિથિ અંગે થોડો મતભેદ પ્રવર્તે છે, પણ તેમાં લાંબો
ફરક કે તફાવત નથી. ઇતિહાસ લેખકોએ જામનગરની સ્થાપના બાબતમાં એક-બીજાનો
આધાર લીધો છે. વાણીનાથ કે વેલીનાથ નામનાં કવિએ ઇ.સ. ૧૫૭૭માં રચેલા
કાવ્યમાં શહેરનો ઉલ્લેખ નવીન નગર તરીકે કર્યો છે. સ્વાભાવિક રીતે જ નવા
વસેલા નગરને નવીન નગર કહેવાયું હશે જેને કારણે પાછળથી નવાનગર તરીકેની
કાયમી ઓળખ મળી હશે. બીજી એક માન્યતા મુજબ નવાનગરની બાજુમાં તે વખતે જૂનું
નાગનેસ ગામ હતું, તેથી આ ગામથી અલગ ઓળખવા નવાનગર નામ પડ્યું હોય તે શક્ય
છે. સંવત ૧૬૬૪ ( ઇ.સ. ૧૬૦૭ )માં રચાયેલા પડધરી પ્રાસાદબિંબ પ્રવેશાધિકાર
સ્તવન નામના જૈન કાવ્યમાં પણ શહેરને નવાનગર કહ્યું છે. આમ નામ પડ્યું નહિ
હોવાથી નવાનગર નામ મળી ગયું તે પણ શક્ય છે.
સૌરાષ્ટ્રના પશ્ચિમ કાંઠે આવેલો જામનગર જિલ્લો ગુજરાત રાજ્યનો ૩૫૫ કિ.મી.
લાંબો દરિયા કિનારો ધરાવતો હોઈ, બંદરીય ઉદ્યોગો અને સંરક્ષણની બાબતમાં
દેશભરમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત મરિન નેશનલ પાર્ક(પિરોટન)
અને પેટ્રોલીયમ ઉદ્યોગને કારણે વિશ્વભરમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
જિલ્લાનાં લઘુ અને હસ્તકળા ઉદ્યોગોએ માત્ર દેશ જ નહિ, સમગ્ર વિશ્વમાં
નામના મેળવી છે. જેમાં બાંધણી અને બ્રાસપાર્ટના ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
~> SATISH PATEL